+

ગોપાલ ઈટાલિયા બગડ્યાં, કમરના પટ્ટા ગળે પહેરનારા અધિકારીઓના પટ્ટા ઉતરશે !

અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે કિસાન મહાપંચાયતમાં ગોપાલ ઇટાલીયાએ આપ્યું નિવેદન આણંદ: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારાવી દેવાન

અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે

કિસાન મહાપંચાયતમાં ગોપાલ ઇટાલીયાએ આપ્યું નિવેદન

આણંદ: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારાવી દેવાના નિવેદન બાદ રાજ્યમાં શરૂ થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને આ મામલે સમર્થન જાહેર કર્યું હતું. જે બાદ આંકલાવના અંબાલી ચોકડી પાસે આમ આદમી પાર્ટીની યોજાયેલી કિસાન મહાપંચાયતમાં વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. પોલીસ પર કટાક્ષ કરતા કહ્યું કે કમરના પટ્ટા ગળે પહેરીને ફરતા અધિકારીઓના પટ્ટા ઉતરી જવા જોઇએ. અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન નહીં, પણ ટોમી કોઠરીમાં ધકેલી દેવાશે. સરકારની ચમચાગીરી કરનારા અધિકારીઓની શ્વાન સાથે સરખામણી કરી હતી.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર નથી ઉતારતા. કોંગ્રેસે ભલે ખેડૂતના આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ન આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સના વિરોધ માટે કોંગ્રેસને સમર્થન આપીશુ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter