ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે કરી મોટી કાર્યવાહી
કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો કરાયો પર્દાફાશ
કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઇ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ
રાજકોટઃ ડીજીજીઆઇની ટીમે કરોડો રૂપિયાની જીએસટી ચોરી ઝડપી પાડી છે, આ વખતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઇ હરદેવસિંહ જાડેજા સહિત અનેક લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. અંદાજે 500 કરોડ રૂપિયાની જીએસટી ચોરી ઝડપી લેવાઇ છે.
અમદાવાદ ડીજીજીઆઇની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે, જેમાં હાઇ સ્પીડ ડીઝલની આયાત બતાવીને બેઝ ઓઇલ આયાત કરીને ટેક્સ ચોરી કરવામાં આવતી હતી. જીએસટીની ચોરી કરવા ઓછી કિંમતના અને કેટલાક બોગસ બિલો ઝડપાયા છે.
અમદાવાદ ડીજીજીઆઇની તપાસમાં બોગસ બિલો અને કરોડો રૂપિયાની આઇટીસી લઇ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હરદેવસિંહ જાડેજાની રાજકોટમાં આવેલી પેઢી આશાપુરા એન્ટરપ્રાઇઝમાં રેડ થઇ છે, આ કેસમાં એક સીએની પણ ધરપકડ કરાઇ છે.
નોંધનિય છે કે આશાપુરા એન્ટરપ્રાઇઝ મુદ્રા અને કંડલા પોર્ટ પરથી હાઇ સ્પીડ ડીઝલ આયાત બતાવતી હતી અને બોગસ બિલો પણ બનાવતી હતી, ટેક્ચ ચોરીનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે. સાથે જ આશાપુરા સાથે જોડાયેલી અન્ય પેઢીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/