ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ખાલી થઇ રહી છે, એક પછી એક નેતાઓ હવે ભાજપમાં જઇ રહ્યાં છે, એક સમયે યુપીએમાં મંત્રી પદે રહેલા દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવાએ કોંગ્રેસ છોડી છે અને તેઓ કમલમમાં આજે ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ હતા અને તેમની ટર્મ પુરી થયા બાદ ભાજપમાં ભળી ગયા છે.
છોટા ઉદેપુરના આદિવાસી નેતા નારણ રાઠવાએ અનેક કાર્યકર્તાઓ સાથે ભગવો ધારણ કરી લીધો છે. તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે કેસરિયો ધારણ કર્યો છે. સાથે જ સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.
ત્યારે આજે ભાજપમાં અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાઇ રહ્યાં છે, લોકસભાની તમામ 26 બેઠકો પર સતત ત્રીજી વખત મોટા માર્જીનથી જીતવાનો ભાજપનો પ્લાન છે. તે અગાઉ ભરતી મેળો શરૂ થઇ ગયો છે.
LIVE: પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પાર્ટીના આગેવાનો તથા તેમના સમર્થકોનું ભાજપામાં સ્વાગત. https://t.co/WonKoZfh9l
— BJP Gujarat (@BJP4Gujarat) February 27, 2024
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
LIVE: પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પાર્ટીના આગેવાનો તથા તેમના સમર્થકોનું ભાજપામાં સ્વાગત. https://t.co/WonKoZfh9l
— BJP Gujarat (@BJP4Gujarat) February 27, 2024