+

માત્ર 4 હજાર માટે કાકા બન્યા કસાઈ ! ભત્રીજાને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો

કચ્છઃ મુન્દ્રામાં 4 હજાર રૂપિયાની ચોરીની શંકામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સિક્યોરિટી ગાર્ડ યુવકનું કરુણ મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, મુન્દ્રામાં દોઢ મ

કચ્છઃ મુન્દ્રામાં 4 હજાર રૂપિયાની ચોરીની શંકામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સિક્યોરિટી ગાર્ડ યુવકનું કરુણ મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, મુન્દ્રામાં દોઢ માસ પૂર્વે જ રાજસ્થાનથી સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે આવેલા અને રૂપિયા 4000 ની તસ્કરી કરનારા 22 વર્ષીય વિશાલ સંદીપકુમાર મીણાને તેના જ કૌટુંબિક કાકા દિનેશ નાથુલાલ મીણાએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વિશાલના પિતા સંદીપકુમાર રામપ્રસાદ મીણા (રહે. ગંભીરા, તા. મલહાણ ડુંગર-જિ. માધોપુર, રાજસ્થાને) નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર વિશાલ છેલ્લા દોઢ મહિનાથી મુન્દ્રામાં તેના મોટા બાપુના દીકરા દિનેશ નાથુલાલ મીણા સાથે જયદુર્ગા સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. દિનેશનો ફોન આવ્યો અને જણાવ્યું કે, હું તમારા દીકરા વિશાલને સવારે નોકરી માટે જગાડવા માટે તેના રૂમ પર ગયો, ત્યારે તે જાગ્યો નહીં અને હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સગા-સંબંધી મુન્દ્રા આવતાં હોસ્પિટલમાં વિશાલનો મૃતદેહ જોતાં તેનાં માથાં તેમજ ડાબા કાનની બાજુ ઇજા હતી અને લોહી નીકળેલું હતું. શરીરના હાથ-પગમાં ઇજાના નિશાન અને હાથની આંગળી ભાંગેલી હતી. રામલખન મીણાએ મૃતકના પિતાને જણાવ્યું કે, તેમના પુત્ર વિશાલે નોકરી દરમ્યાન રૂ. 4000ની ચોરી કરી હતી, જે બાદમાં કબૂલી રૂપિયા પરત આપી દીધા હતા.

ફિલ્ડ ઓફિસર દિનેશ નાથુલાલ મીણા વિશાલને નોકરી પરથી પરત બોલાવી લીધો હતો, જયદુર્ગા સિક્યુરિટીના રૂમ પર દિનેશ મોટા લાકડાં-ધોકા સાથે આવી વિશાલને ચોરી બાબતે પૂછી ધોકા ફટકાર્યા હતા. વિશાલને ધોકો માથાંમાં લાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ દિનેશે વિશાલને ફરી ધોકા ફટકાર્યા હતા. સવારે દિનેશને હોસ્પિટલ લઇ આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter