+

Fact Check News: હાપુડમાં અભદ્રતાનો ઉપયોગ કરનાર શખ્સને વિદ્યાર્થીનીઓએ માર માર્યો હતો, પરંતુ આ કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી

Fact Check News: ઉત્તર પ્રદેશઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મમાં દેખાતી કેટલીક વિદ્યાર્થીનીઓ ભીડવાળા બજારમાં એક વ્યક્તિને લાકડીઓથી મારતી જોવા મળી રહી છે. કહેવ

Fact Check News:
ઉત્તર પ્રદેશઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મમાં દેખાતી કેટલીક વિદ્યાર્થીનીઓ ભીડવાળા બજારમાં એક વ્યક્તિને લાકડીઓથી મારતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઉત્તર પ્રદેશના હાપુડની છે, જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ, તેના ત્રાસથી કંટાળીને એક દિવસ વિદ્યાર્થીનીઓએ તેને જાહેરમાં જ પાઠ ભણાવી દીધો હતો.

લોકો આ વીડિયો બાદ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપે છે

સોશિયલ મીડિયામાં છવાઇ ગયો છે આ વીડિયો

Fact Check News: વીડિયોની સાથે લોકો કેપ્શનમાં લખી રહ્યાં છે કે, “તમે આ યુગની સ્ત્રી છો, તે દુષ્ટ લોકોનો નાશ કરો, તમે રાવણના દુષ્ટ શાસન પર ભારે છો, શસ્ત્ર બનો, લક્ષ્મી, તમે દુર્ગા કાલી છો. યુપીના હાપુડ શહેરમાં શાળાએ આવતી છોકરીઓની છેડનારા અબ્દુલને હિન્દુ સિંહણોએ પાઠ શીખવી નાખ્યો.

અમે સાચી હકીકત આવી રીતે પડતાલ કરીને જાણી.....

ગુજરાત પોસ્ટના ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ ઓગસ્ટ 2023નો હાપુડનો જ વીડિયો છે, પરંતુ તેમાં છોકરીઓને મારનાર વ્યક્તિ મુસ્લિમ નથી,આ વ્યક્તિએ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કર્યાંની વાત સાચી છે. તે શખ્સ માનસિક રીતે વિકલાંગ હોવાનું પણ અમને જાણવા મળ્યું હતુ. અમારી ફેક્ટ ચેક ટીમે અહીંના સ્થાનિક પોલીસના નિવેદનો પણ ચકાસ્યાં છે અને અંતે તેની સત્યતા અમને જાણવા મળી.

Fact Check News: સત્ય કેવી રીતે જાણવા મળ્યું ?

થોડી શોધખોળ કરતા અને સ્થાનિક મીડિયાના અહેવાલ બાદ અમને જાણવા મળ્યું કે આ વીડિયો 11 ઓગસ્ટ, 2023 ના “નવભારત ટાઈમ્સ” ના સમાચારમાં પણ છે. આ સમાચાર અનુસાર, હાપુડના પક્કા બાગ વિસ્તારમાં એક દુકાનદારે ત્યાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓ પર પથ્થરમારો કરીને તેમને અપશબ્દો કહ્યાં હતા, આ બાબતે ઝઘડો થયો હતો અને વિદ્યાર્થીનીઓએ દુકાનદારને લાકડીઓથી માર માર્યો હતો. દુકાનદારે પણ સામે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. દુકાનદાર દરરોજ વિદ્યાર્થીનીઓ સાથે દુર્વ્યવહાર કરતો હોવાનું સામે આવ્યું હતુ.

અન્ય મીડિયા અને સોશિયલ મીડિયા અહેવાલ પણ ચકાસવામાં આવ્યાં

આ કેસને લઈને પ્રકાશિત થયેલા અમર ઉજાલાના સમાચારમાં પણ આરોપીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાપુર પોલીસે પણ એક ટ્વિટમાં કહ્યું હતું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે.

અમારી તપાસમાં સામે આવ્યુ કે સોશિયલ મીડિયામાં લોકો જેને મુસ્લિમ કહી રહ્યાં છે તે આરોપી હિંદુ સમૂદાયમાંથી આવે છે. તેનું નામ ગૌરવ છે. વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી કેસમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક દુકાનનું બોર્ડ દેખાઈ રહ્યું છે જેમાં “જયપુર મૂર્તિ કલા” લખેલું છે. યુટ્યુબ પરની ચેનલના વીડિયોમાં એક ફોન નંબર આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ દુકાન હાપુડના પક્કા બાગ વિસ્તારમાં છે

જો કે આ ઝઘડાની વાત સાચી છે પરંતુ હિન્દુ-મુસ્લિમના ઝઘડાની વાતો ખોટી છે, કોઇએ આવી વાતોમાં આવીને વીડિયોને શેર કરવો જોઇએ નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter