+

Fact Check: આ સત્ય નથી...બેરોજગારી-મોંઘવારી પર ખડગેએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યાંનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે

Gujaratpost Fact Check News: શું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે પીએમ મોદીના શાસનમાં બેરોજગારી અને મોંઘવારી ઘટી ગઈ છે ? આ જ દાવા સાથે ખડગેના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શ

Gujaratpost Fact Check News: શું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે પીએમ મોદીના શાસનમાં બેરોજગારી અને મોંઘવારી ઘટી ગઈ છે ? આ જ દાવા સાથે ખડગેના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોને શેર કરતી વખતે એક ફેસબુક યુઝરે લખ્યું, જો મોદી હોય તો શક્ય છે...કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા ગૃહમાં કહ્યું હતું કે આ વખતે બીજેપીનું સ્લોગન 400ને પાર કરવા જઈ રહ્યું છે.હવે મધ્યપ્રદેશના બદનાવરમાં ખડગેજીએ રાહુલ ગાંધીની હાજરીમાં એક બીજું સત્ય સ્વીકાર્યું કે મોદીજીના શાસનમાં 45 વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી સૌથી વધુ ઘટી ગઈ છે.આખરે, કોંગ્રેસ પણ સત્યનો અહેસાસ કરી રહી છે.

ભાજપના પ્રવક્તાએ પણ આ જ દાવા સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો છે.

અમારા ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ તેમના ભાષણમાં ઓછી નહીં પરંતુ તેઓ કહી રહ્યાં છે કે પીએમ મોદીના શાસનમાં બેરોજગારી અને મોંઘવારી સૌથી વધુ થઈ ગઈ છે.

Gujaratpost Fact Check News: અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ?

વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ચોંકાવનારો છે, તેથી અમે ખડગેના આ ભાષણનો પુરું વીડિયો જોયો, કીફ્રેમ સર્ચ કરીને, અમને ખબર પડી કે ખડગેએ આ ભાષણ 6 માર્ચ 2024 ના રોજ મધ્ય પ્રદેશના ધારમાં આપ્યું હતું, જ્યારે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રાનો 53મો દિવસ હતો. આ ભાષણનો સંપૂર્ણ વીડિયો કોંગ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ખડગેએ પોતાના ભાષણ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. જે ભાગ વાયરલ થયો છે તે આ વીડિયોમાં 13 મિનિટ 2 સેકન્ડમાં સાંભળી શકાય છે. તેમણે કહ્યું, “અગર મોદી હૈ તો મુમકીન હૈ, આ સ્લોગનનો ઘણો ઉપયોગ થાય છે, તેથી હું કહીશ કે મોદીના જમાનામાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આવી છે, વધતી મોંઘવારી સૌથી વધુ ક્યારે થઇ ? મોદીજીના સમયમાં થયું હતું. મોદીજી અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઓછું કરી શક્યા નથી કારણ કે તેઓ ઈચ્છતા નથી.

અમે ધીમી ગતિમાં વાયરલ વીડિયો પણ જોયો જે સ્પષ્ટ કરે છે કે ખડગેએ 'ઓછું' નહીં પરંતુ 'ક્યારે' કહ્યું હતું. એટલે કે, ખડગે પૂછે છે કે સૌથી વધુ બેરોજગારી ક્યારે આવી અને તે પોતે જ જવાબ આપે છે કે 'મોદીજીના સમયમાં થયું'.

Gujaratpost Fact Check News: વાયરલ વીડિયો નીચે સ્લો મોશનમાં જોઈ શકાય છે

વાયરલ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખડગેએ સંસદમાં 'આ વખતે અમે 400 પાર કરીશું'નું સૂત્ર આપ્યું હતું. જો કે, તે દાવો પણ ખોટો હતો અને તે સમયે ખડગેની એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી હતી.

તે સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે પીએમ મોદીના શાસનમાં બેરોજગારી અને મોંઘવારી સૌથી ઓછી નહીં પરંતુ સૌથી વધુ છે, આમ આ વીડિયો ખોટી રીતે વાઇરલ થઇ રહ્યો છે, તેમને મોદી સરકારના વખાણ નથી કર્યાં પરંતુ તેમના પર પ્રહાર કર્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter