+

EVM હેક થઈ શકે છે...તુલસી ગબાર્ડના નિવેદન પછી ફરીથી ભારતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ

અમેરિકાઃ ઇવીએમને લઇને મોદી સરકાર પર અનેક વખત સવાલો ઉભા થયા છે, હવે ફરીથી અમેરિકાની કોઇ મોટી હસ્તીના નિવેદનથી ભારતીય રાજકારણમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે

અમેરિકાઃ ઇવીએમને લઇને મોદી સરકાર પર અનેક વખત સવાલો ઉભા થયા છે, હવે ફરીથી અમેરિકાની કોઇ મોટી હસ્તીના નિવેદનથી ભારતીય રાજકારણમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ છે.

અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું છે કે ઇવીએમમાં ચેડાં થઇ શકે છે, તે હેક થઇ શકે છે. તેમને કહ્યું કે આ મામલે પુરાવા પણ સામે આવ્યાં છે, જેથી બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઇએ, તેમના આ નિવેદન પર ભારતીય ચૂંટણી પંચે કહ્યું છે કે અમારા ઇવીએમ ફૂલપ્રુફ છે અને તે હેક કરી શકાતા નથી.

બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પાર્ટીઓના અનેક નેતાઓ પહેલાથી કહી રહ્યાં છે કે દેશમાં બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થવી જોઇએ અને હવે તુલસી ગબાર્ડના દાવા પછી ફરીથી ભારતમાં મોદી વિરોધી પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે.મોદી સરકાર ઇવીએમમાં ગડબડ કરીને ચૂંટણીઓમાં સતત જીત મેળવી રહી હોવાના વિપક્ષોના આક્ષેપો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter