ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ

08:28 PM Mar 26, 2024 | gujaratpost

કોલકત્તાઃ લોકસભાની ચૂંટણીઓ પહેલા નેતાઓ અને મોટી કંપનીઓ સામે ઇડીની કાર્યવાહી તેજ બની છે, આ વખતે પણ ઇડીના અધિકારીઓને રૂપિયાના બંડલો હાથ લાગ્યા છે. ED એ FEMA,1999 ની જોગવાઈઓ હેઠળ કેપ્રીકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, તેના ડિરેક્ટર્સ વિજયકુમાર શુક્લા અને સંજય ગોસ્વામી તથા અન્ય લોકોના સ્થળે દરોડા કર્યાં છે.

ઇડીએ મે.લક્ષ્મીટોન મેરીટાઇમ, હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ, રાજનંદીની મેટલ્સ લિમિટેડ, સ્ટેવર્ટ એલોય્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ભાગ્યનગર લિમિટેડ, વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, વશિષ્ઠ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ, ડિરેક્ટર્સ સંદીપ ગર્ગ, વિનોદ કેડિયાને ત્યાં દરોડા કર્યા હતા.

દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં પડેલા દરોડમાં 2.54 કરોડ રૂપિયા રોકડા મળ્યાં છે, 47 બેંક ખાતાઓ ફ્રીજ કરાયા છે, એક જગ્યાએથી વોશિંગ મશીનમાં છુપાવેલા રૂપિયા પકડી પાડવામાં આવ્યાં છે, ઇડીના અધિકારીઓને મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને બ્લેકમનીના પુરાવા મળ્યાં છે.

Trending :

કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરીના પુરાવા બાદ ઇડીએ આ વ્યાપારીઓને ત્યાં દરોડા કર્યાં છે, હજુ આ દરોડમાં કરોડો રૂપિયાની હેરાફરી બહાર આવશે તે નક્કિ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post