સૌથી વધુ સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળ્યું
મધ્ય ગુજરાતમાંથી બે મહિલાઓને સ્થાન, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ST-OBCનું પ્રભુત્વ
કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયાને મળ્યું મંત્રીપદ
Trending :
ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ બની ગઇ છે, જેમાં ડે.સીએમ તરીકે હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે, કુલ 26 સભ્યોનો નવી કેબિનેટમાં સમાવેશ કરાયો છે. મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય 6 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યાં છે. ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુસ પાનસુરિયા, પરસોત્તમ સોલંકી, હર્ષ સંઘવીને આગળ પણ જવાબદારી મળી છે.
દાદાની નવી ટીમમાં 15 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે. જૂના 9 કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે, જ્યારે 9 મંત્રીઓને પડતા મુકવામાં આ આવ્યાં છે.