+

આ છે આપણું અસુરક્ષિત ગુજરાત ! ધારીમાં ભાજપના મહિલા નેતાની હત્યા કરી નાખવામાં આવી

(મૃતક મધુબેનનો ફાઇલ ફોટો) અમરેલી ભાજપ જિલ્લા ઉપાધ્યાક્ષની જવાબદારી પણ નિભાવી ચુક્યાં છે મધુબેન જોષીની હત્યાથી સનસની, પોલીસે શરૂ કરી તપાસ અમરેલીઃ રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે, હવે

(મૃતક મધુબેનનો ફાઇલ ફોટો)

અમરેલી ભાજપ જિલ્લા ઉપાધ્યાક્ષની જવાબદારી પણ નિભાવી ચુક્યાં છે

મધુબેન જોષીની હત્યાથી સનસની, પોલીસે શરૂ કરી તપાસ

અમરેલીઃ રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે, હવે ભાજપના રાજમાં ભાજપના જ નેતાની સનસનીખેજ હત્યા કરી નાખવામાં આવી છે, ધારી ભાજપના મહિલા નેતા મધુબેન જોષીની હત્યા કરી નાખવામાં આવી છે, તેમના વકીલ પુત્ર રવિ સહિત બે લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે તેમની હત્યા તેમના પાડોશીએ કરી છે.

જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીની હત્યાથી સુરક્ષાને લઇને ઉભા થયા સવાલ

ફટાકડા ફોડવા બાબતે થઇ હતી બોલાચાલી

પહેલા બંને વચ્ચે પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી, આ મહિલા નેતા ઠપકો આપવા આરોપીના ઘરે ગયા હતા અને મામલો ઉગ્ર બનતા ભાજપના મહિલા નેતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તેમને ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા. આ હુમલામાં મૃતક મહિલા નેતાના પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મૃતક મધુબેન ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા, જિલ્લા સંગઠનમાં પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યાં છે, તેઓ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા, તેમની હત્યાથી સનસની ફેલાઇ ગઇ છે, પોલીસ આ હત્યા કેસની તપાસમાં લાગી ગઇ છે. અને ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter