અમદાવાદઃ એસીબીએ આ વખતે ધંધુકામાં ટ્રેપ કરી છે, વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકાને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.
આરોપી પાસે લાંચની રકમ 1 લાખ 20 હજાર રિકવર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આરોપીએ લાંચ લીધી હતી.
ફરીયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પુરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. કરેલી કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહીં કરવા, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે 1 લાખ 20 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી આજ રોજ ફરીયાદીની ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારીઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. ગાંધીનગર એકમ
સુપરવિઝન અધિકારીઃ એ. કે. પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526