+

CBI એ આટલા રૂપિયાની લાંચ લેનારા એન્જિનિયર સહિત 5 લોકોને ઝડપી પાડ્યાં, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ સીબીઆઇએ દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટી (DPCC) ના એન્જિનિયર મોહમંદ આરીફ અને ખાનગી વ્યક્તિઓ સહિત 5 લોકોને લાંચ કેસમાં ઝડપી પાડ્યાં છે. આરોપીઓએ 91,500 રૂપિયાની લાંચના કેસમાં ઝડપી લેવાયા છે.

નવી દિલ્હીઃ સીબીઆઇએ દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટી (DPCC) ના એન્જિનિયર મોહમંદ આરીફ અને ખાનગી વ્યક્તિઓ સહિત 5 લોકોને લાંચ કેસમાં ઝડપી પાડ્યાં છે. આરોપીઓએ 91,500 રૂપિયાની લાંચના કેસમાં ઝડપી લેવાયા છે.

આરોપી એન્જિનિયરના ઘરે દરોડા કરવામાં આવ્યાં હતા, જેમાં 2.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓએ DPCC નું સર્ટિફિકેટ કંપનીને આપવા માટે આ લાંચની રકમ માંગી હતી અને સીબીઆઇએ તેમને ઝડપી લીધા હતા.

સીનિયર એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરના ઘરેથી રોકડ રકમ અને મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યાં છે, સીબીઆઇની ટીમ આ લાંચકાંડની વધુ તપાસ કરી રહી છે. એન્જિનિયર દ્વારા અગાઉ પણ લોકો પાસેથી લાખો રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાની ચર્ચા છે, જેથી આ કેસની ઉંડી તપાસ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter