+

દિલ્હી બ્લાસ્ટ: ઉમરનું ફરીદાબાદ મોડ્યુલ સાથે કનેક્શન, લશ્કર-એ-તૈયબાએ હુમલો કરાવ્યો હોય શકે છે

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને લઈને વધુ એક નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરીદાબાદમાં થયેલી કાર્યવાહી બાદ ડૉક્ટર ઉમર મોહમ્મદ ડરી ગયો હતો. આ જ ગભરામણમાં તેણે દિલ્હીમ

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને લઈને વધુ એક નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરીદાબાદમાં થયેલી કાર્યવાહી બાદ ડૉક્ટર ઉમર મોહમ્મદ ડરી ગયો હતો. આ જ ગભરામણમાં તેણે દિલ્હીમાં ધમાકાને અંજામ આપ્યો હતો. તપાસ એજન્સીઓ મુજબ, કારમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) લગાવવામાં આવ્યું હતું અને તે આત્મઘાતી હુમલો હતો.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બ્લાસ્ટના તાર ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા છે. ઘટનાસ્થળેથી કારમાં મળેલા મૃતદેહનો દિલ્હી પોલીસ DNA ટેસ્ટ કરાવશે.

તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. ફરીદાબાદમાંથી ભારે માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યાં બાદ એજન્સીઓ ડૉક્ટર ઉમર મોહમ્મદની શોધમાં હતી. વિસ્ફોટ અને ફરીદાબાદ કનેક્શન સૂત્રો અનુસાર, પુલવામા નિવાસી ડૉક્ટર ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો, બીજી તરફ આ હુમલાનું પાકિસ્તાન કનેક્શન હોવાનો દાવો છે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ હુમલાને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ છે, સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસમાં લાગી છે.

facebook twitter