કોલંબિયાઃ વ્યસ્ત રોડ પર ભૂસ્ખલન થતા 34 લોકોનાં મોત, જુઓ વીડિયો

10:54 AM Jan 14, 2024 | gujaratpost

દક્ષિણ અમેરિકાઃ કોલંબિયામાં ભૂસ્ખલનને કારણે 34 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલન કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં થયું હતું, જ્યારે કુડિબો અને મેડેલિન શહેરોને જોડતા વ્યસ્ત રસ્તા પર કાદવનો પહાડ પડ્યો હતો.કોલંબિયાના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટે શરૂઆતમાં 18 લોકોનાં મોતની માહિતી આપતા નિવેદન બહાર પાડ્યું હતું, પરંતુ હાલમાં મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે.

મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ 

ભૂસ્ખલનમાં ઘણા લોકો ઘાયલ થયા છે.મૃતકોમાંથી 17 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને અન્યની ઓળખ હજુ બાકી છે. કોલંબિયાના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાન્સિયા માર્ક્વેઝે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે અકસ્માતના સ્થળે હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ તેમની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.અકસ્માતના સ્થળે તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. ત્યાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post