+

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે હિંસક જૂથ અથડામણઃ 120 લોકો સામે ગુનો દાખલ

સાબરકાંઠાઃ  પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી. પથ્થરમારામાં 20 લોકોને ઈજા પહોંચી હતી. તેમજ અનેક વાહનોમાં તોડ ફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘ

સાબરકાંઠાઃ  પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી. પથ્થરમારામાં 20 લોકોને ઈજા પહોંચી હતી. તેમજ અનેક વાહનોમાં તોડ ફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા અને સ્થિતી પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં વિવાદને લઈને બે જૂથો આમને સામને આવ્યાં હતા. તેમાં વિવાદ ઉગ્ર બનતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા લોકોને ઈજા પહોંચી છે.  26 કાર, 51 બાઈક, 2 મોટા ટેમ્પોને નુકસાન થયું છે. 4 મીની ટેમ્પો, 3 ટ્રેક્ટર, 10 મકાનોને પણ ભારે નુક્સાન પહોંચાડ્યું છે, આ અંગે પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસે 120 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. મજરા ગામે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણ ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવતને લીધે થઇ હોવાનું સામે આવ્યું છેે. તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવાનું હતું. પરંતુ તે પહેલા જ ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter