ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત

10:44 AM Dec 19, 2023 | gujaratpost

ચીનઃ ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 100થી વધુ લોકોનાં મોત થઇ ગયા છે. 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ મધ્યરાત્રિમાં ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા 6.2 હોવાથી ભારે તબાહી સર્જાઇ છે. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં નુકસાન થયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોધ ખોળ અને બચાવ કાર્ય કરવાની હાકલ કરી છે.

ગત રાત્રે લોકો પોતાના ઘરોમાં સુતા હતા ત્યારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભારે તબાહી જોવા મળી રહી છે. ઘણા ઘરોને વ્યાપક નુકસાન થયું હતું અને ઘણા મકાનો ધસી ગયા હતા. જેના કારણે લગભગ 100 થી વધુ લોકોનાં મોત થયા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. ચીનની શોધ અને બચાવ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

200 થી વધુ લોકો ઘાયલ

ગાંસુ અને કિંગહાઈ પ્રાંતમાં 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. કિંઘાઈ સાથેની પ્રાંતિય સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર જીશિશાન કાઉન્ટીના ગાંસુમાં આવ્યો છે. પાણી અને પાવર લાઇન તેમજ પરિવહનને ભારે નુકસાન થયું છે, રાજધાની બેઇજિંગથી લગભગ 1,450 કિલોમીટર (900 માઇલ) દૂર ગાંસુ પ્રાંતીય રાજધાની લાન્ઝોઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મદદ મોકલવામાં આવી રહી છે

તંબુ, ફોલ્ડિંગ બેડ અને રજાઇ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લોકોની શોધ ખોળ અને બચાવ પ્રયાસો કરવા હાકલ કરી છે, ચાઈનીઝ નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રિવેન્શન, રિડક્શન એન્ડ રિલીફ અને ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે લેવલ-IV ડિઝાસ્ટર રિલીફ ઈમરજન્સીને સક્રિય કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post