મુંબઇઃ બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું હોવાના અહેવાલ ખોટા છે, તેમના પરિવારે આ વાત જણાવી છે. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સેલિબ્રિટીઓ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, અભિનેતા ગોવિંદા તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારથી સમગ્ર દેઓલ પરિવાર હોસ્પિટલમાં હાજર હતો.
તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમને 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં શોલે, ચુપકે ચુપકે, સીતા ઔર ગીતા, અને ધરમ વીર જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના સંવાદો આજે પણ બોલાય છે. શોલે ફિલ્મનો બસંતી, તુમ કૂત્તો કે સામને મત નાચના ખૂબ જ લોકપ્રિય રહ્યો છે.
તેમની છેલ્લી ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે
ધર્મેન્દ્ર ભલે 89 વર્ષના હોય, પરંતુ તેઓ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા. ધર્મેન્દ્ર તાજેતરમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને તેરી બાતેં... મેં ઐસા ઉલ્ઝા જિયા માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ અગસ્ત્ય નંદાની ઇક્કીસમાં પણ જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.
— Hema Malini (@dreamgirlhema) November 11, 2025