ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતનાં વધુ 7 ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં છે. જેમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. હજુ 4 લોકસભા ઉમેદવારોનાં નામ જાહેર કરવાના બાકી છે. બીજેપીએ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
ગુજરાતના 7 ઉમેદવારોમાં ભાવનગરથી નીમુબેન બાંભણિયા, સુરતથી મુકેશ દલાલ, વડોદરાથી રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ અપાઇ, છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ફરી રિપીટ કરાયા, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.
આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. જેમાં નીતિન ગડકરીને નાગપુરથી, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે. હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે.
ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
ગુજરાત- 7
દિલ્હી- 2
હરિયાણા- 6
હિમાચલ પ્રદેશ-2
કર્ણાટક- 20
મધ્ય પ્રદેશ - 5
ઉત્તરાખંડ- 2
મહારાષ્ટ્ર- 20
તેલંગાણા- 06
ત્રિપુરા- 1
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો