+

બિહાર વિધાનસભા ચૂંટણીનું એલાન: બે તબક્કામાં મતદાન, 14 નવેમ્બરે પરિણામ થશે જાહેર

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમ  વિશે માહિતી આપી. બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 6 નવેમ્બર અ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમ  વિશે માહિતી આપી. બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 6 નવેમ્બર અને 11 નવેમ્બરે મતદાન થશે. 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થશે. મતગણતરી 14 નવેમ્બરે થશે. પહેલા તબક્કામાં 121 બેઠકો અને બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે અફવાઓ ફેલાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે ચૂંટણીમાં 17 નવા પ્રયોગો કરવામાં આવશે અને 22 વર્ષ બાદ મતદાર યાદી સુધારવામાં આવ્યું છે. હવે દરેક બૂથ પર 818 મતદારો હશે.

બિહારમાં કુલ મતદારો

કુલ મતદારો: 7.2 કરોડ

પુરુષ મતદારો: 3.92 કરોડ

મહિલા મતદારો: 3.50 કરોડ

ટ્રાન્સજેન્ડર મતદારો: 1725

નોંધનીય છે કે, 243 સભ્યો ધરાવતી રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ 2020 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી, જેમાં 56.93 ટકા મતદાન નોંધાયું હતું.

 

facebook twitter