રૂ. 3,00,000 ની લાંચની માંગ થઇ હતી, ACB એ 96,000 રૂપિયાની લાંચ લેનારા ઉપસરપંચને ઝડપી પાડ્યાં- gujaratpost

08:54 PM Nov 18, 2023 | gujaratpost

તમે પણ એસીબીમાં કરી શકો છો ફરિયાદ

જો કોઇ લાંચ માંગે છે તો ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો ફરિયાદ

ભાવનગરઃ લાભ પાંચમના દિવસે જ એસીબીએ સપાટો બોલાવી દીધો છે, નવા વર્ષમાં એક મોટી લાંચનો પર્દાફાશ કર્યો છે.ખીમજી કાળુભાઇ વાળા, ઉપસરપંચ, ગામ-પચ્છેગામ, તાલુકો ગારીયાધારને 96 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીએ તાલુકા સેવા સદનની સામે, દાતાર આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફ્રૂડ નજીક આ લાંચ લીધી અને એસીબીએ પંચની હાજરીમાં તેમને ઝડપી લીધા હતા.

ફરીયાદીને પચ્છેગામ ગ્રામ પંચાયતની હદમાં PMKSY IWMP-25 રૂપાવટી પ્રોજેકટ યોજના હેઠળ ઇ-ટેન્ડરથી વોટરશેડના રૂ.15 લાખ 44 હજારના કામોનો વર્ક ઓર્ડર મળ્યો હતો. ફરીયાદીને પચ્છેગામના ઉપસરપંચે કહ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો મારા કહ્યાં મુજબ જ કામ કરે છે, જો તમે મારા કહ્યાં મુજબ નહીં કરો તો તમારા કામોમા ગેરરીતી થાય છે, તેમજ યોગ્ય રીતે કામ થતું નથી તેવા ખોટા વાંધાઓ ઉભા કરીને તમારા વિરૂધ્ધમાં ઠરાવ પાસ કરાવીને તમારુ કામ બંધ કરાવી દઇશ.

આ લાંચિયા ઉપસરપંચે ધમકી આપીને રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી. અગાઉ રૂ. 75 હજાર લઇ લીધા બાદ ઉઘરાણી થઇ રહી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં આરોપી 96 હજાર રૂપિયા લેતા ઝડપાઇ ગયો છે. એસીબીએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારીઃ આર.ડી.સગર, ઇન્ચા.પો.ઇ
ભાવનગર એ.સી.બી.પો.સ્ટેશન તથા ટીમ

સુપરવિઝન અધિકારીઃ બી.એલ.દેસાઇ
ઇન્ચા.મદદનીશ નિયામક, એ.સી.બી ભાવનગર એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post