ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર

12:37 PM May 04, 2024 | gujaratpost

બનાસકાંઠાઃ આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લખાણી પહોંચ્યાં હતા, જ્યાં તેમને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો હતો, પ્રિયંકાએ અહીં વડાપ્રધાન મોદી અને ભાજપની નીતિઓની ઝાટકણી કાઢી હતી.

પ્રિયંકાએ કહ્યું કે મોદી મારા ભાઇ રાહુલને શેહઝાદા કહે છે, પરંતુ આ જ શેહઝાદાએ દેશમાં 4 હજાર કિ.મી ની યાત્રા કરીને લોકોના પ્રશ્નો જાણવા પ્રયાસ કર્યાં છે, દેશની દુર્દશા ઉજાગર કરવા ભાઇએ આ યાત્રા કરી છે.અમે ગરીબોના ઘરે ગયા છીએ, ગરીબ બહેનોના પ્રશ્નો સાંભળીએ છીએ અને તેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કરીએ છીએ.

પ્રિયંકાએ કહ્યું કે દેશમાં બહેનો મોંઘવારીથી અને અત્યાચારથી પીડાઇ રહી છે, તેમને મણિપુર હિંસાની વાત કરી, કહ્યું કે મોદી રાજમાં અત્યાચાર વધી ગયા છે. મહિલાઓથી લઇને ખેડૂતો પર અત્યાચાર કરાઇ રહ્યાં છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે અમૂલ સહિતની મોટી ડેરીઓ એ કોંગ્રેસની દેન છે, સવાલ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને ભૂલીને વારાણસીથી કેમ ચૂંટણી લડી રહ્યાં છે ? જે ગુજરાતે તેમને આટલું બધું આપ્યું તે ગુજરાતને તેઓ કેમ ભૂલી ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526