+

આવી ક્રૂર હત્યા...બંદાયૂમાં બાળકોનું ગળું કાપ્યાં પછી હૈવાનોએ કર્યું હતુ આ કામ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ તમને કંપાવી દેશે

બદાયૂં: ઉત્તર પ્રદેશનું બદાયૂં શહેર આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. માસૂમ બાળકોના હત્યાકાંડ બાદ લોકોમાં રોષ વ્યાપી ગયો છે. હત્યારા સાજીદ અને જાવેદે આ હત્યાકાંડને શા માટે અંજામ આપ્યો તેના પર ચર્ચાઓ થઇ ર

બદાયૂં: ઉત્તર પ્રદેશનું બદાયૂં શહેર આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. માસૂમ બાળકોના હત્યાકાંડ બાદ લોકોમાં રોષ વ્યાપી ગયો છે. હત્યારા સાજીદ અને જાવેદે આ હત્યાકાંડને શા માટે અંજામ આપ્યો તેના પર ચર્ચાઓ થઇ રહી છે. લોકો ઘટનાસ્થળે જઈને આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યાં હતા. ગળું કાપ્યાં બાદ પણ તેઓ શરીરના અન્ય ભાગો પર હુમલા કર્યો હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

ગરદન, છાતી, પીઠ, હાથ પર અનેક વાર હુમલો કર્યો

સાજીદ અને જાવેદ ઉછીના પૈસા લેવા ઘરે આવ્યાં બાદ ચા પીને ઉપરના માળે જઈને માસૂમ બાળકોને માર માર્યો હતો. રૂમમાં અચાનક તેનું મોં દબાવવામાં આવ્યું હતું અને રેઝર વડે તેમની ગરદન કાપી નાખવામાં આવી હતી. ત્યારબાદ તેમને છાતી, પીઠ અને હાથ પર અનેક વાર હુમલો કર્યો હતો. આયુષ અને અહાન સાથે ક્રૂરતાની હદ વટાવી હતી. બંને બાળકોએ લગભગ 10 મીનિટ સુધી પોતાનો જીવ બચાવવા તડફડતા રહ્યાં હતા.

સાજિદે 24 વખત બાળકો પર હુમલો કર્યો

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે સાજિદે તેમના પર રેઝર અને ચાકુ વડે 24 વાર ઘા માર્યાં હતા. રિપોર્ટ અનુસાર, નાના બાળક અહાનના શરીર પર 9 અને આયુષના શરીર પર 14 ઘા મળી આવ્યાં હતા. બુધવારે સવારે બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 વાગ્યે કાચલા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. એન્કાઉન્ટર બાદ આરોપી સાજિદનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે તેના શરીરમાં 3 ગોળીઓ છે. 

બીજો ફરાર આરોપી જાવેદ ઝડપાઇ ગયો

બદાયૂં જિલ્લામાં બેવડી હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. આ કેસમાં યુપી પોલીસે ફરાર આરોપી જાવેદ પર ઈનામ જાહેર કર્યું હતુ, પોલીસે આરોપી જાવેદ પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતુ, તે હવે ઝડપાઇ ગયો છે. જ્યારે આરોપી સાજિદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, જેની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં બચી ગયેલા ત્રીજા બાળકે જણાવ્યું કે, તે ઉપરના માળે પહોંચતા જ તેણે સાજિદને બંને ભાઈઓની હત્યા કરતા જોયો. તેઓ 10 મીનિટ સુધી પોતાનો જીવ બચાવવા લડતા રહ્યાં. હત્યારાઓએ તેને પણ પકડી લીધો અને તેના પર છરીના ઘા ઝીંકી દીધા, પરંતુ બાળકે તેનું હથિયાર ફેંકી દીધું અને બહાર ભાગી ગયો. તે ટેરેસ તરફ દોડ્યો અને અવાજ કરવા લાગ્યો. ત્યાં પણ આરોપી પાછળ આવ્યો પરંતુ બાળક સીડી નીચે ભાગી ગયો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

facebook twitter