નોટિસ આપવા ફરી કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, MLA ખરીદવાના આરોપોની થશે તપાસ

12:01 PM Feb 03, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ આજે પણ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસ સ્થાને ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવવાના કેસમાં નોટિસ આપવા પહોંચી છે. આ પહેલા ગઈકાલે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે નોટિસ આપવા પહોંચી હતી.

દિલ્હી પોલીસ ગઈકાલે મુખ્યમંત્રીને નોટિસ આપવા ગઇ હતી, પરંતુ મુખ્યમંત્રી આગળ ન આવતા દિલ્હી પોલીસની ટીમ પરત ફરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ આજે ફરી ગઇ હતી. દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે આ નોટિસ મુખ્યમંત્રીને જ આપવામાં આવશે.

ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આતિશીના ઘરે પહોંચી હતી

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે સાંજે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીના સત્તાવાર નિવાસસ્થાને નોટિસ આપવા પહોંચી હતી. આતિશી ચંદીગઢમાં હોવાને કારણે પોલીસ તેમને પણ નોટિસ આપી શકી ન હતી. પોલીસ નોટિસ આપવા શનિવારે ફરી આવી શકે છે. નોટિસમાં પોલીસે બંને પાસેથી ભાજપ પરના આરોપોના પુરાવા અને અન્ય માહિતી માંગી છે. તેમજ તપાસમાં જોડાવા જણાવ્યું હતું. કેજરીવાલ અને આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમના સાત ધારાસભ્યોને ખરીદવા માટે 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

સમગ્ર કેસ શું હતો ?

27 જાન્યુઆરીએ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ભાજપે તેમના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને ભાજપે ચૂંટણીમાં ટિકિટની પણ લાલચ આપી છે.

કેજરીવાલે એક્સ પર આ માહિતી આપી હતી

કેજરીવાલે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હાલમાં જ તેઓએ અમારા દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે- થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. જે બાદ ધારાસભ્યોને તોડીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત થઈ છે અને અમે અન્ય સાથે પણ વાત કરી રહ્યાં છીએ. ત્યાર પછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. 25 કરોડ આપશે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

જો કે તેમને દાવો કર્યો છે તેમને 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે પરંતુ અમારી માહિતી મુજબ તેમને અત્યાર સુધી માત્ર સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ના પાડી દીધી છે. મતલબ કે મારી ધરપકડ કોઈ લિકર પોલીસી કૌભાંડની તપાસ માટે કરવામાં આવી રહી નથી પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યાં છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા છે. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો છે. અમારા તમામ ધારાસભ્યો પણ મજબૂત રીતે સાથે છે. આ વખતે પણ આ લોકો તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે.

આ લોકો જાણે છે કે અમારી સરકારે દિલ્હીના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા તમામ અવરોધો છતાં અમે ઘણું બધું સિદ્ધ કર્યું છે. દિલ્હીના લોકો આપને અપાર પ્રેમ કરે છે. તેથી ચૂંટણીમાં AAPને હરાવવા તેમના હાથમાં નથી. તેથી તેઓ દારૂ પોલીસી કૌભાંડના બહાને તેમની ધરપકડ કરીને સરકારને ઉથલાવી દેવા માંગે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post