iPhone 16 ની રાહ પૂરી થઈ, ભારતમાં નવા iPhones ના તમામ વેરિયન્ટની કિંમત આ હશે

09:46 AM Sep 10, 2024 | gujaratpost

Apple iPhone launched: Appleએ iPhone પ્રેમીઓની રાહનો અંત આણ્યો છે.કંપનીએ iPhone સીરિઝનો નવો iPhone 16 લોન્ચ કર્યો છે. આ સીરિઝમાં કંપનીએ ચાર નવા iPhone લોન્ચ કર્યા છે જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનો સમાવેશ થાય છે. ગ્લોબલ લૉન્ચની સાથે ભારતમાં iPhone 16 કઈ કિંમતમાં લૉન્ચ થશે તે પણ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે iPhone 16 ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. iPhone 16 સીરીઝની કિંમત ભારતમાં અમેરિકા કરતા વધારે હશે.

ભારતમાં iPhone 16 ની કિંમત

- iPhone 16ના 128GB વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા હશે.
- iPhone 16ના 256GB વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા હશે.
- iPhone 16ના 512GB વેરિઅન્ટની કિંમત 1,09,900 રૂપિયા હશે.

ભારતમાં iPhone 16 Plusની કિંમત

- iPhone 16 Plusના 128GB વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા હશે.
- iPhone 16 Plusના 256GB વેરિઅન્ટની કિંમત 99,900 રૂપિયા હશે.
- iPhone 16 Plusના 512GB વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા હશે.

ભારતમાં iPhone 16 Proની કિંમત

- iPhone 16 Proના 128 GB વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા હશે.
- iPhone 16 Proના 256 GB વેરિઅન્ટની કિંમત 1,29,900 રૂપિયા હશે.
- iPhone 16 Proના 512 GB વેરિઅન્ટની કિંમત 1,49,900 રૂપિયા હશે.
- iPhone 16 Proના 1 TB વેરિઅન્ટની કિંમત 1,69,900 રૂપિયા હશે.

ભારતમાં iPhone 16 Pro Maxની કિંમત

- iPhone 16 Pro Maxના 256GB વેરિઅન્ટની કિંમત 1,44,900 રૂપિયા હશે.
- iPhone 16 Pro Maxના 512GB વેરિઅન્ટની કિંમત 1,64,900 રૂપિયા હશે.
- iPhone 16 Pro Maxના 1TB વેરિઅન્ટની કિંમત 1,84,900 રૂપિયા હશે.

iPhone 16 શ્રેણી માટે પ્રી ઓર્ડર અને વેચાણ તારીખ

iPhone 16 સિરીઝના પ્રી-ઓર્ડર 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. તમે 13મી સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી નવા iPhone પ્રી-બુક કરી શકશો. પ્રી-બુકિંગ માટે તમે Apple Indiaની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તમે Apple Store, Unicorn Store, Amazon, Flipkart જેવી મોટી ઈ-કોમર્સ વેબસાઇટ્સની પણ મુલાકાત લઈ શકો છો. કંપની 20 સપ્ટેમ્બર 2024થી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526