અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા માટે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.એક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે તેમના મતવિસ્તારમાં સમર્થકોની ભીડ વચ્ચે એક પછી એક ત્રણ મોટા રોડ શો કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
અમિત શાહનો રોડ શો સાણંદ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિસ્તારોમાંથી પસાર થયો હતો, જે ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે. તેઓ 2019માં આ બેઠક પરથી જીત્યા હતા.
અમિત શાહ 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાંચ લાખથી વધુ મતોના અંતરથી જીત્યાં હતા. ભૂતકાળમાં આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી કરી ચૂક્યાં છે. વિપક્ષ કોંગ્રેસે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. તેમને મંગળવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.
#WATCH | Gujarat: Union Home Minister Amit Shah files his nomination from the Gandhinagar Lok Sabha seat for the upcoming #LokSabhaElections2024
— ANI (@ANI) April 19, 2024
Gujarat CM Bhupendra Patel is also present.
Congress has fielded its party secretary Sonal Patel from Gandhinagar. pic.twitter.com/M3Noc9otu3