અમેરિકાના લોસ એન્જલસમાં ન્યૂયર પાર્ટીમાં ફાયરિંગ, ત્રણ લોકોનાં મોત

12:21 PM Jan 02, 2024 | gujaratpost

અમેરિકાના લોસ એન્જલસમાં ફાયરિંગ 

ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત 

લોસ એન્જલસઃ નવું વર્ષ શરૂ થતાં જ અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. લોસ એન્જલસમાં અલગ-અલગ વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયા છે.

નવા વર્ષની પાર્ટી દરમિયાન ફાયરિંગ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોસ એન્જલસ શહેરના એક કોમર્શિયલ વિસ્તારમાં ન્યૂયર પાર્ટી ચાલી રહી હતી.પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા.

પોલીસે શરૂ કરી તપાસ 

પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોળીબારના અવાજો સંભળાયા હતા. જે બાદ ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ લોકોને ભાગતા જોયા હતા. આ દરમિયાન ઘણા લોકો ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળ્યાં હતા. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ફાયરિંગમાં મહિલા અને પુરુષનાં મોત

પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું અને આઠ લોકો ઘાયલ થયા હતા. એક પાર્ટીમાં થયેલા વિવાદને કારણે આ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ કોઈ શંકાસ્પદ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી.

હોથોર્નમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું હતું કે હોથોર્ન શહેરમાં ગોળીબારની બીજી ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા.પીડિતોમાંથી એકની હાલત ગંભીર છે અને અન્ય ત્રણની હાલત સ્થિર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post