અમદાવાદઃ લાંબા સમય પછી શહેરમાંથી એક ગેરકાયદેસર રીતે ચાલતો હુક્કાબાર ઝડપાયો છે, પોલીસે સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવા કેફેની આડમાં ચાલતા હુક્કાબારમાં દરોડા કર્યાં હતા.
પોલીસે દરોડા પાડીને હુક્કાની મજા લઇ રહેલા 32 જેટલા યુવક-યુવતીઓને ઝડપી પાડ્યાં છે. અહીંથી 6 હુક્કા અને 70થી વધુ ફ્લેવરના પેકેજ જપ્ત કર્યાં છે, અહીં લોકો આ પેકેટોમાં રહેલા માદક પદાર્થોનો નશો કરી રહ્યાં હતા. પોલીસે કેફેમાંથી 16 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ હુક્કાબાર ચલાવનારા પિન્કેશ પટેલ, રાજદીપ સોની, કમલેશ બગડાની શોધખોળ હાથ ધરાઇ છે. આ હુક્કાબારમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી ભાગીદાર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે હુક્કાબારમાં નશીલા પદાર્થોનો ઉપયોગ કરીને યુવાધનને બદબાદ કરાઇ રહ્યું છે, જેથી તેના પર પ્રતિબંધ હોવા છંતા કેટલાક અસામાજિક તત્વો હુક્કાબાર ચલાવી રહ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો