CGST ના ઇન્સ્પેકટર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા, અમદાવાદની આંબાવાડી ઓફિસમાં બજાવતા હતા ફરજ

08:27 PM Oct 03, 2024 | gujaratpost

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓનો ત્રાસ વધી ગયો છે, રૂપિયા પડાવી લેનારા આવા સરકારી બાબુઓ સામે કાર્યવાહી થવી જ જોઇએ, હવે એસીબીએ આવા જ એક બાબુને ઝડપી પાડ્યાં છે. ફરિયાદી પોતાની માતાના નામે હાઉસ કિંપીગ એજન્સી ચલાવે છે, જે પેઢીનો 2014 થી 2017 નો સર્વિસ ટેક્સ ન ભરતા C.G.S.T. વિભાગ દ્વારા નોટીસ ઈસ્યૂં કરવામં આવી હતી અને ફરીયાદીના માતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતુ, જેથી ફરીયાદી અપીલમાં ગયા હતા. જેમાં એન્કલોઝમેન્ટ નંબર મળે તો બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ થાય તેમ હતુ, જેથી ફરીયાદી આ કાર્યવાહી કરવા ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા, ઉ.વ.40, હોદ્દો- સી.જી.એસ.ટી. ઇન્સ્પેકટર, વર્ગ-બી (ગ્રેડ-2) સી.જી.એસ.ટી ભવન, આંબાવાડીને મળ્યાં હતા, જ્યાં આરોપીએ 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ અમદાવાદ શહેર એ.સી.બી પોલીસનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચનું છટકુ ગોઠવાતા ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમની એ.એમ.ટી.એસ. બસ સ્ટેશન પાસે, ચાંદખેડા (જાહેર રોડ પર), અમદાવાદમાં સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ત્યારે તમારી પાસે પણ કોઇ અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ આવી રીતે એસીબીમાં ફરિયાદ કરી શકો છો.

ટ્રેપીંગ ઓફીસર: ડી.બી.ગોસ્વામી,
પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે., અમદાવાદ

સુપર વિઝન અધિકારી : કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી.,
અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526