અમદાવાદઃ સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે, અમદાવાદના સોલામાં સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) 15 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. ફરીયાદીના માતાનું નામ 7/12 માં દાખલ કરવા માટે ફરીયાદીએ અરજી કરી હતી. જેની તપાસ આરોપી નિર્મલસિંહ દોલતસિંહ ડાભી, વર્ગ-3, સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર), સોલા-ચાવડી કરી રહ્યાં હતા.
કાચી નોંધ તૈયાર થયા બાદ તેને પ્રમાણિત કરવા માટે આરોપી નિર્મલસિંહે ફરીયાદી પાસે રૂ.15,000 લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાંચના છટકામાં આરોપી નિર્મલસિંહના કહેવાથી યોગેશ જશુભાઇ પટેલ, સેવક, (આઉટ સોર્સ-કરાર આધારીત), સોલા-ચાવડી લાંચના નાણાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. બંને આરોપીઓ સોલા ચાવડી, સર્કલ ઓફીસના બહાર ગેટ પાસે પકડાઇ ગયા હતા.
ટ્રેપીંગ ઓફીસરઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપરવિઝન અધિકારીઃ એ.વી.પટેલ
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
ગાંધીનગર એ. સી.બી. એકમ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો