અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો

08:34 PM Nov 21, 2024 | gujaratpost

કેન્યાઃ ગૌતમ અદાણીને એક બીજો મોટો ઝટકો લાગ્યો છે, અંદાજે 2,000 કરોડ રૂપિયાના લાંચકાંડમાં અમેરિકાએ અદાણી સામે વોરંટ કાઢ્યું છે અને હવે બીજો મોટો મામલો સામે આવ્યો છે, આ વખતે કેન્યાએ અદાણીનો પ્રોજેક્ટ રદ્ કરી નાખ્યો છે.

કેન્યા સરકારે દેશના મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને આપવાનો કરાર રદ્દ કરી નાખ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ સંસદમાં આ જાહેરાત કરી છે.

નૈરોબી એરપોર્ટના વિસ્તરણ માટે અદાણી જૂથ જોમો-કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બીજો રનવે બનાવવાનું હતું અને પેસેન્જર ટર્મિનલને અપગ્રેડ કરવાનું હતુ, પરંતુ અદાણી સામે ભ્રષ્ટાચારના આરોપ બાદ કેન્યાએ પણ તેમનો સાથ છોડી દીધો છે, બીજી તરફ દેશમાં પણ વિપક્ષ કોંગ્રેસ અદાણીની ધરપકડની સતત માંગ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++