+

Breaking News: ગુજરાતમાં ઘણા સમય પછી કોઇ આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, અડાલજ હત્યા કેસમાં સાઇકો કિલરને કરાયો ઠાર

છરીના ઘા મારીને વૈભવની કરાઇ હતી હત્યા, યુવતીને પણ છરી મારીને ઘાયલ કરાઇ હતી  સાયકો કિલરના હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ, બાદમાં આરોપીને ઠાર કરાયો  અમદાવાદઃ અડાલજ પાસેની કેનાલ નજીક લૂંટ

છરીના ઘા મારીને વૈભવની કરાઇ હતી હત્યા, યુવતીને પણ છરી મારીને ઘાયલ કરાઇ હતી 

સાયકો કિલરના હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ, બાદમાં આરોપીને ઠાર કરાયો 

અમદાવાદઃ અડાલજ પાસેની કેનાલ નજીક લૂંટ વીથ હત્યાની ઘટના બની હતી, જેમાં હવે મોડેલ યુવક વૈભવની હત્યા કરનારા સાઇકો કિલર વિપુલ પરમારને પોલીસે ઠાર કર્યો છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વોર છીનવીને પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસકર્મી ઘાયલ થયા છે, ત્યારે જ પોલીસે સામે ગોળી મારીને આરોપીને ઠાર કર્યો હોવાનો દાવો છે.

સાયકો કિલર વિપુલ સામે પોલીસ ચોપડે 15 જેટલા ગુના નોંધાયા હતા 

સાયકો કિલર કપલને બનાવતો હતો નિશાન 

ગત 19 તારીખની રાત્રે વૈભવ પોતાની સ્ત્રી મિત્રની સાથે અહીં બર્થ ડે ઉજવવા આવ્યો હતો, ત્યારે આ સાઇકો કિલરે તેની હત્યા કરીને લૂંટ કરી હતી, યુવતીને પણ તેને ઘાયલ કરી હતી અને તેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજકોટથી ઝડપી લીધો હતો અને ઘટના સ્થળે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પોલીસ પર હુમલો કર્યો હતો અને સામે પોલીસે તેને ગોળી મારીને ઠાર કરી નાખ્યો છે.

નોંધનિય છે કે અડાલજ પાસેના અમીયાપુર નજીકની આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે રાતના સમયે અહીં પેટ્રોલિંગ વધારી દીધું હતુ, આ હત્યાથી સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ હતો.

facebook twitter