- રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદની આગાહી
- 25, 26 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ રાજ્યના ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ગુલાબી ઠંડી વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. તારીખ 25 અને 26 નવેમ્બરે માવઠાંની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદી આગાહીને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જીરૂ, ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ દેખાઇ રહી છે.
25 નવેમ્બરે ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. 26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહિસાગર, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 7 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર રહેશે. 22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. ત્યારે માવઠાંને લીધી સૌથી વધુ ખેતીને નુકસાન થવાની શક્યતા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો