કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફાર સાથે હવે નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામ પર મ્હોર વાગી ગઇ છે. ભાજપે 207 બેઠકો સાથે ભવ્ય જીત મેળવ્યાં બાદ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે અને તેમની પાસે ગૃહ મંત્રાલયનો હવાલો પણ રહેશે. ઉપરાંત રાજ્યમાં વહીવટી સંતુલન જાળવવા બે ડેપ્યુટી CM બનાવવાનો નિર્ણય લેવાયો છે.
રૂપા ગાંગુલીના નામ પર પ્રથમ નાયબ CM તરીકે મ્હોર લાગી ચૂકી છે. બીજા નાયબ CM તરીકે દાર્જિલિંગના એક પુરુષ ધારાસભ્યની નિમણૂંક થશે.
#WATCH | Kolkata, West Bengal: BJP leader Suvendu Adhikari meets newly-elected MLAs of the party and other BJP leaders.
— ANI (@ANI) May 8, 2026
Union Home Minister Amit Shah, who has been appointed as the Central Observer for the election of the legislative party leader in West Bengal, will chair the… pic.twitter.com/JdkkzYWEl3
આવતીકાલે સવારે 10 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને NDAના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. ઉપરાંત, તેઓ નંદીગ્રામ બેઠક પરથી સતત બીજી વખત વિજયી થયા છે. ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીમાં પણ તેમણે નંદીગ્રામથી મમતા બેનર્જીને પરાજય આપ્યો હતો.