+

વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં

વૌઠાઃ ધોળકાના વૌઠા ગામે સપ્ત નદીના સંગમ સ્થાને વિશ્વ પ્રસિદ્ધ વૌઠાનો મેળો ચાલી રહ્યો છે, પાંચ દિવસના આ મેળામાં અંદાજે દિવસના 1 લાખ લોકો આવી રહ્યાં છે. આ મેળાનું અનેરું મહત્વ છે અને આસપાસના ગામોમાંથી હ

વૌઠાઃ ધોળકાના વૌઠા ગામે સપ્ત નદીના સંગમ સ્થાને વિશ્વ પ્રસિદ્ધ વૌઠાનો મેળો ચાલી રહ્યો છે, પાંચ દિવસના આ મેળામાં અંદાજે દિવસના 1 લાખ લોકો આવી રહ્યાં છે. આ મેળાનું અનેરું મહત્વ છે અને આસપાસના ગામોમાંથી હજારો લોકો મેળાની મુલાકાત લઇ રહ્યાં છે.

આ મેળામાં 2 ડીવાયએસપી, 7 પીઆઇ, 35 પીએસઆઇ સહિત 400 પોલીસકર્મીઓ અને 450 હોમગાર્ડ ખડેપગે સુરક્ષામાં અને જનતાની સેવામાં લાગ્યાં છે. મેળવામાં સમાજ માટે મોટું દુષણ બની ગયેલું ડ્રગ્સ અને સાયબર છેતરપિંડી સામે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી, તેની ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવી હતી અને પોસ્ટર્સથી પણ મેળામાં આવતા લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતા.

અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ અને ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે કામગીરી

ધોળકા ગ્રામ્ય પોલીસ ખડેપગે કરી રહી છે કામ

પીઆઇ એન.એન.પરમાર અને તેમની ટીમ પણ પડેપગે કરી રહી છે કામ

વૌઠાના મેળામાં મહિલાઓને 181 અભયમની કામગીરી સમજાવવામાં આવી હતી અને મેળામાં ખોવાઇ ગયેલા બે બાળકોને પોલીસે શોધીને તેમના પરિવારને સોંપ્યાં હતા, દિવસના હજારો લોકો અહીં આવતા હોવાથી પોલીસ માટે પણ ટ્રાફિક અને સુરક્ષાને લઇને મોટા પડકાર છે, જેથી અંદાજે 400 પોલીસકર્મીઓ અહીં ખડેપગે રાત દિવસ ડ્યૂટી નિભાવી રહ્યાં છે, ટ્રાફિક ન થાય તે માટે અને લોકોના વાહનોના પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારે વૌઠાનો વર્ષો જૂના મેળાનો મહિમા આજે પણ દેખાઇ રહ્યો છે, આસપાસના અનેક ગામડાઓમાંથી લોકો મેળો જોવા આજે પણ અહીં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter