+

આ કિસ્સો ચોંકાવી દેનારો છે...ACB એ વાપી CGST ઓફિસમાં ટ્રેપ કરી, ફૂલ-છોડ, કુંડા વેચવાવાળાને પણ ન છોડ્યાં

2000 રૂપિયાની લાંચ લેતા બે અધિકારી ઝડપાયા  ગુનાનુ સ્થળ: સી.જી.એસ.ટીની કચેરીના ચોથા માળે આવેલી ઓફિસમાં લાંચ લીધી  વલસાડઃ એસીબીએ ફરી એક વખત સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીઓને લાંચ લેતા ઝડપી

2000 રૂપિયાની લાંચ લેતા બે અધિકારી ઝડપાયા 

ગુનાનુ સ્થળ: સી.જી.એસ.ટીની કચેરીના ચોથા માળે આવેલી ઓફિસમાં લાંચ લીધી 

વલસાડઃ એસીબીએ ફરી એક વખત સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીઓને લાંચ લેતા ઝડપી લીધા છે. વાપીની CGST ઓફિસમા એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાયા છે, CGST ની કચેરીમાં જ ACB એ સપાટો બોલાવી દીધો છે. કપિલ નટવરલાલ જૈન, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર અને રવિશંકર શ્યામંકાંત ઝા સિનિયર એકાઉન્ટન્ટને લાંચ લેતા ઝડપી લેવાયા છે.

ફરિયાદીએ સીજીએસટી ઓફિસમાં ફૂલ છોડના કુંડા આપ્યાં હતા આ ફૂલ છોડના કુંડાઓનું બિલ પાસ કરવા લાંચિયા એકાઉન્ટરોએ લાંચ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આ બંને લાંચિયાઓની અટકાયત કરાઇ છે.

ટ્રેપીંગ અધિકારી: એસ.એન.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

facebook twitter