અમેરિકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વને લઈને ઉત્સાહ, 150 કારની લાઇટથી જગમગ્યું મેરીલેન્ડ

11:43 AM Jan 14, 2024 | gujaratpost

(ફોટો- સૌઃ એએનઆઇ)

વોશિંગ્ટનઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે રામ નગરીને શણગારવામાં આવી રહી છે. રામ મંદિરના સમારોહને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઉત્સાહ છે. આ અંગે હિંદુ અમેરિકન સમૂદાયના સભ્યોએ 'જય શ્રી રામ'ના નારા સાથે મેરીલેન્ડમાં ટેસ્લા મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કર્યું હતું. આ લાઈટ શો જોવા જેવો હતો.

યુએસ સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત લાઇટ શોમાં લોકો ભગવાન રામની છબીઓ સાથે ધ્વજ ધરાવતા અને 'જય શ્રી રામ', 'રામ લક્ષ્મણ જાનકી' અને 'જય શ્રી હનુમાન કી' ના નારા લગાવતા જોવા મળ્યાં હતા.

લાઇટ શોમાં 150થી વધુ કારોએ ભાગ લીધો હતો. વોશિંગ્ટન, વર્જિનિયા અને મેરીલેન્ડમાં ભારતીય અમેરિકનોએ એક સાથે કારની લાઇટ બંધ કરીને અને ચાલુ કરીને લાઇટનું અદભૂત પ્રદર્શન કર્યું. મેરીલેન્ડના શ્રી ભક્ત અંજનેય મંદિરમાં કાર એકઠી થઈ હતી, જે 'અયોધ્યા વે' નામના રોડ પર સ્થિત છે. તમામ રંગોના ટેસ્લાએ તેમની હેડલાઇટ અને ટેલલાઇટ્સથી સ્થળને પ્રકાશિત કર્યું. આ રાત ખરેખર જોવા જેવી હતી.

અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ કહ્યું, 'ભગવાન રામ મંદિરનું ઉદ્ઘઘાટન થવાનું છે. હિન્દુઓની ઓળખ જળવાઈ રહી છે. આજે ગર્વની ક્ષણ છે. વધુને વધુ લોકો માથું ઊંચું રાખીને ચાલી રહ્યા છે. ગર્વથી પોતાને હિન્દુ-અમેરિકન કહે છે. અમે કોઠારી ભાઈઓ અને અન્ય હજારો લોકોના આભારી છીએ જેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post