+

ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમસિંહની ગોળી મારીને કરાઇ હત્યા- Gujarat Post

ઉત્તરાખંડ: અહીં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. નાનકમત્તા બાબા તરસેમ સિંહને ઉધમ સિંહ નગરમાં ગુરુદ્વારામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે

ઉત્તરાખંડ: અહીં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. નાનકમત્તા બાબા તરસેમ સિંહને ઉધમ સિંહ નગરમાં ગુરુદ્વારામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.

કાર સેવા ડેરાના વડા નાનકમત્તા બાબા તરસેમ સિંહ (ઉ.વ-60)ને મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ તરસેમ સિંહને સારવાર માટે ખાતિમાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તરસેમ સિંહને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

પોલીસે હુમલાખોરને શોધવા માટે ટીમો બનાવી દીધી છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે કહ્યું અમને આજે સવારે 7 વાગ્યાની આસપાસ માહિતી મળી કે સવારે 6:15-6:30ની વચ્ચે બે માસ્ક પહેરેલા હુમલાખોરો નાનકમત્તા ગુરુદ્વારામાં ઘૂસી ગયા અને કાર સેવા પ્રમુખ બાબા તરસેમ સિંહને ગોળી મારી દીધી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ મને એવા ઇનપુટ્સ મળ્યાં છે કે વધુ ઇજાઓને કારણે તેઓને બચાવી શકાયા નથી. આ એક ખૂબ જ ગંભીર બાબત છે.

પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એસએસપી પહેલેથી જ ત્યાં છે. ડીઆઈજી પણ ત્યાં પહોંચી રહ્યાં છે, તેઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને સ્થાનિકો સાથે વાત કરશે. ઘટનાની તપાસ માટે એક SITની રચના કરી છે - આમાં STF અને સ્થાનિક પોલીસના અધિકારીઓ હશે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter