પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચૂંટણી પરિણામ વખતે ધીરજ રાખવાની અપીલ કરી
વ્હાઈટ હાઉસ અને હાવર્ડ યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
કેપિટલ હિલ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો
US Presidential Elections Results 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે 5 નવેમ્બરે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે છે. ઘણા રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ જ મત ગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામો પણ આવવા લાગ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પને જે 17 રાજ્યોમાં લીડ મળી છે તેમાં વ્યોમિંગ, વેસ્ટ વર્જિનિયા, ટેક્સાસ, ટેનેસી, સાઉથ ડાકોટા, સાઉથ કેરોલિના, ઓક્લાહોમા, ઓહિયો, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, મિસિસિપી, લ્યુઇસિયાના, કેન્ટુકી, ઇન્ડિયાના, ફ્લોરિડા, અરકાનસાસ, અલાબામાનો સમાવેશ થાય છે. છે. ટ્રમ્પને આ રાજ્યોમાંથી 178 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યાં છે.
બીજી તરફ, જે નવ રાજ્યોમાં કમલા હેરિસને લીડ મળી છે તેમાં કનેક્ટિકટ, ડેલાવેર, ઇલિનોઇસ, મેસેચ્યુસેટ્સ, મેરીલેન્ડ, ન્યુ જર્સી, ન્યુયોર્ક, રોડ આઇલેન્ડ અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. તેમને આ રાજ્યોમાંથી 99 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી રહ્યા છે. ભારતીય-અમેરિકન બિઝનેસમેન સંત ચટવાલે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને લઈને કહ્યું કે ટ્રમ્પ હોય કે કમલા હેરિસ, બંનેના ભારત સાથે મજબૂત સંબંધો રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++