US Elections 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મુખ્ય મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે છે. 16 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થશે અને આવતીકાલે પરિણામ આવવાની આશા છે.
અમેરિકાના 30થી વધુ રાજ્યોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મિસિસિપી અને નોર્થ ડાકોટા જેવા રાજ્યોમાં મતદાન શરૂ થયાના થોડા સમય બાદ અરકાનસાસમાં મતદાન શરૂ થયું હતું. કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક જેવા વધુ વસ્તીવાળા રાજ્યોની તુલનામાં અહીં ઓછા મતદારો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના અડધાથી વધુ રાજ્યોમાં મતદાન શરૂ થઈ ગયું છે. ટેક્સાસ અને વિસ્કોન્સિન જેવા મુખ્ય સ્વિંગ રાજ્યો સહિત અલાબામા, આયોવા, કેન્સાસ, મિનેસોટા, મિસિસિપી, નોર્થ ડાકોટા, ઓક્લાહોમા, સાઉથ ડાકોટા, ટેક્સાસ અને વિસ્કોન્સિનમાં મતદારોમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને 270 વોટની જરૂર હોય છે. આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયાના પરિણામો નક્કી કરશે. અમેરિકામાં આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/