ભારતીય માલ પર અમેરિકાનો અસરકારક ટેરિફ 2.4 ટકાથી વધીને 20.7 ટકા થયો, જાણો મોટી કંપનીઓએ શું કહ્યું ?

10:18 AM Aug 05, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નિકાસ કરતા લગભગ અડધા ભારતીય વ્યવસાયને અસર થશે. ફિચ રેટિંગ્સ અનુસાર, આ વર્ષે 18.3 ટકા ટકાના વધારાને કારણે, ભારતીય માલ પર યુએસનો અસરકારક ટેરિફ દર 2024 માં 2.4 ટકાથી વધીને 2025 માં 20.7 ટકા થશે. યુએસ દ્વારા ટેરિફમાં આ વધારાથી ભારતના આર્થિક વિકાસ પર પણ થોડી નકારાત્મક અસર પડે તેવી શક્યતા છે.

રશિયા સાથેના વેપાર માટે અલગ દંડની જાહેરાત

ફિચે જણાવ્યું કે એકંદરે યુએસ અસરકારક ટેરિફ દર હવે 17 ટકા છે, જે 3 એપ્રિલના અંદાજ કરતા લગભગ 8 ટકા ઓછો છે, જ્યારે મૂળ રીતે ઉચ્ચ પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 25 ટકા ટેરિફ તેમજ રશિયા સાથેના વેપાર માટે અલગ દંડની જાહેરાત કરી હતી. 

ગોલ્ડમેન સૅક્સે આર્થિક વૃદ્ધિ આગાહીમાં ઘટાડો કર્યો

ગોલ્ડમેન સૅક્સે જણાવ્યું કે સોમવારે યુએસ ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ 2025 માટે 6.5 ટકા અને 2026 માટે 6.4 ટકા કર્યો. અમારા મતે, આમાંના કેટલાક ટેરિફ સમય જતાં વાટાઘાટા દ્વારા ઘટાડી શકાય છે.

ભારત પર 25 ટકા ટેરિફ લાદવા અંગે મૂડીઝનો શું મત છે ?

HDFC બેંકના મતે, ટેરિફને કારણે ભારતના GDP વૃદ્ધિદરમાં 20-25 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાનું જોખમ છે. મૂડીઝ રેટિંગ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ક્રિશ્ચિયન ડી ગુઝમેને જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સુધી મર્યાદિત પહોંચ ભારતની ઉત્પાદન ક્ષેત્ર, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ મૂલ્યવર્ધિત ક્ષેત્રોના વિકાસની મહત્વાકાંક્ષાઓને નબળી પાડે છે. ભારતનું અર્થતંત્ર અન્ય મુખ્ય એશિયા-પેસિફિક અર્થતંત્રો કરતાં વેપાર પર ઓછું નિર્ભર છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++