યમનની રાજધાની સનામાં અમેરિકાએ ફરી બોમ્બમારો કર્યો, બળવાખોરોએ આપી ચેતવણી- Gujarat Post

11:58 AM Jan 13, 2024 | gujaratpost

વોશિંગ્ટનઃ અમેરિકી સેનાએ શનિવારે સવારે ફરી એકવાર યમનના હુથી બળવાખોરોના ઠેકાણાંઓ પર બોમ્બમારો કર્યો. આ પહેલા શુક્રવારે અમેરિકાએ બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુથી વિદ્રોહીઓ પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યાં હતા. શનિવારે થયેલા હુમલામાં રાજધાની સનામાં હુથી બળવાખોરોની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી.

અમેરિકા અને બ્રિટને હુથી બળવાખોરોના 60 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો હતો. અમેરિકાએ તેના વેપારી જહાજોને રેડ સીથી થોડા દિવસો દૂર રહેવાની સલાહ આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને હુથીઓ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે જો હુથી બળવાખોરો કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનું બંધ નહીં કરે તો તેમને ફરીથી નિશાન બનાવવામાં આવી શકે છે. અમેરિકાના હુમલા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની ભીતિ છે.

અમેરિકાના હુમલા બાદ હુથી વિદ્રોહીઓએ પણ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. હુથી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમેરિકાને આ હુમલાઓની સજા આપવામાં આવશે.અમેરિકાનું કહેવું છે કે હવાઈ હુમલામાં હુથી વિદ્રોહીઓની તે જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં વધારે વસ્તી ન હતી અને ખાસ કરીને હથિયારો, રડાર અને હુથીઓના મહત્વના લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ઘણા લોકોના મોતની કોઈ શક્યતા નથી.

ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદથી લાલ સમુદ્રમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. યુએસ નેવીએ ઘણી વખત હુથી વિદ્રોહીઓના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યાં હતા. જો કે, વારંવારની ચેતવણીઓ છતાં, હુથી બળવાખોરોએ જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ખોરવાઈ રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post