+

ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબક્યો, 14 લોકોનાં મોત

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી

ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં

જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યાં મુસાફરો ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે થયો હતો, ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને નીચે પટકાઈને અલકનંદા નદીમાં પડી હતી. ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યાં હતા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter