પાકિસ્તાનમાં તાલિબાને કર્યો મોટો હુમલો, કર્નલ અને મેજર સહિત 11 સૈનિકો માર્યા ગયા

08:32 PM Oct 08, 2025 | gujaratpost

ઇસ્લામાબાદ: પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. આ હુમલામાં એક લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સહિત 11 સૈનિકો માર્યા ગયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ઓરકઝાઈ પ્રાંતમાં થયો હતો. તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું કે, ફિત્ના અલ-ખ્વારીજ સાથે જોડાયેલા આતંકવાદીઓ સામે 7-8 ઓક્ટોબરની રાત્રે અફઘાનિસ્તાન સરહદે આવેલા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી કરાઇ હતી, જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા 19 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સામે પાક.સૈનિકોની પણ હત્યાઓ કરાઇ છે.

સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

ફિત્ના અલ-ખ્વારીજ શબ્દનો ઉપયોગ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) આતંકવાદી જૂથ માટે થાય છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ સામે ગોળીબાર થયો હતો. અહીં આતંકવાદીઓને ખતમ કરવા સર્ચ ઓપરેશન ચાલુ છે.

TTP વિશે જાણો

ટીટીપીના મૂળ અફઘાનિસ્તાનમાં તાલિબાન ચળવળમાં છે, તે પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે સક્રિય છે. તેની સ્થાપના દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા બૈતુલ્લાહ મહસુદે કરી હતી. આ સંગઠન અનેક નાના અને મોટા જૂથોનું ગઠબંધન છે.2020 થી, TTP એ ઘણા અલગ થયેલા જૂથોને ફરીથી ભેગા કર્યા. સંગઠને તેના હુમલાઓ વધાર્યા છે. TTP ખાસ કરીને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં સક્રિય છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++