હત્યાના આરોપી સસ્પેન્ડેડ PSI એમ.કે.મકવાનાના એક દિવસના રિમાન્ડ મંજૂર, મૃતકના પરિવારે કરી ન્યાયની માંગ

09:56 PM Feb 06, 2024 | gujaratpost

જૂનાગઢઃ છેતરપીંડીના કેસમાં રિમાન્ડ દરમિયાન ધોકાથી માર મારતાં આરોપી હર્ષિલ જાદવનું સારવાર દરમિયાન મોત થયાના કેસમાં તપાસનીશ PSI સામે હત્યાની કોશિષ અને હત્યાનો ગુન્હો નોધાયો હતો. કેસમાં ફરાર સસ્પેન્ડેડ PSI એમ કે મકવાણાને સોમવારે પોલીસે ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

સુરતમાં ટુર પેકેજનો ધંધો કરતા હર્ષિલ લખમણભાઈ જાદવ સામે જૂનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો કેસ  દાખલ થયો હતો, જે કેસમાં તપાસનીશ PSI મુકેશ મકવાણાએ હર્ષલની તારીખ 9 જાન્યુઆરીએ અમદાવાદથી અટકાયત કરીને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા તેને રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો,જે કેસમાં આરોપીને માર ના મારવા અને કેસને સરળ કરવાના બદલામાં PSIએ હર્ષિલના ભાઈ બ્રિજેશ પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, આ રકમ આપવા પરિવાર સક્ષમ ન હોવાથી પૈસા આપવાની ના પાડી દીધી હતી.

પરિણામે બીજા દિવસે PSIએ રિમાન્ડ દરમિયાન હર્ષિલને ધોકા વડે એટલી હદે માર માર્યો કે તેના પગના લીગામેન્ટ ફાટી ગયા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. જે મામલે કોર્ટના આદેશ પછી પીએસઆઈ મકવાણા સામે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતાની સાથે જ તે ફરાર થઇ ગયો હતો. તેને પકડવા પોલીસે ટીમો દોડાવી હતી અને અંતે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post