સુરતઃ હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ, મહિલા સહિત ત્રણની ધરપકડ

10:02 AM Jan 21, 2025 | gujaratpost

સુરતઃ વરાછા વિસ્તારમાં હીરાના વેપારી સાથે હની ટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એક મહિલા અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે. 35 વર્ષની મનીષા કોટડિયાએ હીરાના વેપારી સાથે મિત્રતા કરી અને તેમને ફસાવ્યા હતા.

એક દિવસ મહિલાએ વેપારીને પોતાની પાસે બોલાવ્યા. ત્યાં તેણે વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ મહિલાના બે સાગરિતો નિલેશ ગોસ્વામી અને ગૌરવ રબારી રૂમમાં પહોંચ્યા અને વેપારીને ધમકાવવા લાગ્યા હતા. મહિલાએ કહ્યું કે તેનો પતિ આવી ગયો છે, જેના કારણે વેપારી ડરી ગયો અને મામલો થાળે પાડવા માટે તેને પૈસા ચૂકવવાની ફરજ પડી હતી.

હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા

Trending :

આ ટોળકીએ હીરાના વેપારી પાસેથી બે વીંટી અને રૂ. 45 હજાર રોકડા કબજે કર્યા હતા. કુલ મળીને રૂ.1.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પીડિતાએ આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તે ઘણા લોકોને નિશાન બનાવી ચૂકી છે.

પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

આ ઘટના અંગે ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હીરાના વેપારીનો સામાન પણ મળી આવ્યો છે. હાલ પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આરોપીઓના અગાઉના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++