(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
સુરતઃ પાલિકાના (Surat municipal corporation) કતારગામ ઝોનમાં (katargam Zone) પાલિકા સંચાલિત સિંગણપોર (singanpore) સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ (liquor party in swimming pool) થતી હોવાનો વીડિયો વાયરલ(viral video) થયો છે. કેટલાક લોકોને સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાની વિગતો મળી હતી. ત્યાર બાદ આ વીડિયો વાઇરલ થયો છે.
તેઓએ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને સ્વીમિંગ પુલ પહોચ્યાં હતા અને વીડિયો શુટીંગ શરૂ કરી દીધું હતું, આ શુટિંગ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાગતા જોવા મળે છે અને તેઓ જે રૂમમાં બેઠા હતા ત્યાં દારૂની બોટલ જોવા મળે છે. આ પાર્ટીમાં 5થી વધુ લોકો સામે હતા.
વીડિયો બનતો જોતા જ દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓએ દોટ મૂકી હતી. વીડિયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વીડિયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં પાલિકા અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગણી થઈ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526