+

સુરત: ઉધનામાં 12 વર્ષની બાળકીની છેડતી કરનાર નરાધમને માતાએ જાહેરમાં ભણાવ્યો પાઠ

તારા જેવા નરાધમોને કારણે દીકરીઓને બહાર મોકલતા ડર લાગે છે – રોષે ભરાયેલી માતાના શબ્દો દીકરીઓને આપ્યો સ્વ-રક્ષણનો સંદેશ સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં એક માતાનું રણચંડી સ્વરૂપ જો

  • તારા જેવા નરાધમોને કારણે દીકરીઓને બહાર મોકલતા ડર લાગે છે – રોષે ભરાયેલી માતાના શબ્દો
  • દીકરીઓને આપ્યો સ્વ-રક્ષણનો સંદેશ

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં એક માતાનું રણચંડી સ્વરૂપ જોવા મળ્યું હતું. પોતાની 12 વર્ષની માસૂમ દીકરીની છેડતી થઈ હોવાની જાણ થતા જ માતાનો પિત્તો ગયો હતો અને તેમણે આરોપીને જાહેરમાં પકડીને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.

30 જાન્યુઆરીની રાત્રે ઉધના વિસ્તારમાં એક શખસે સગીરાની છેડતી કરી હતી. આ બાબતની જાણ થતા જ હિંમતવાન માતાએ ભાગવા જઈ રહેલા શખ્સનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં ફડાકા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. લોકોના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ છેડતી જેવી હરકતો કરી ચૂક્યો છે અને ધમકીઓ આપતો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ પણ તેને બેફામ માર માર્યો હતો.

આરોપીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેનો ચહેરો પણ ઓળખાય તેમ ન હતો. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી અને પોલીસ પણ અહીં પહોંચી ગઇ હતી.

આ ઘટના દરમિયાન માતાએ માત્ર આરોપીને પાઠ ભણાવ્યો એટલું જ નહીં, પણ ત્યાં હાજર અન્ય બાળકીઓને પણ પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, દરેક વખતે મા-બાપ તમારી સાથે નહીં હોય. જો કોઈ છેડતી કરે તો ગભરાવાને બદલે હિંમત બતાવીને તેને વળતો જવાબ આપવો.

facebook twitter