આમિર ખાને તેની 35 વર્ષની ફિલ્મી કરિયરમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કર્યો નથી
વાયરલ વીડિયો મુદ્દે એફઆઈઆર નોંધાવી
Gujarat Post Fact Check News: બોલિવૂડ એક્ટર આમિર ખાને જનતાને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી છે ? આ જ દાવા સાથે આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આમિર ખાનને તમારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા અને ખોટા વાયદાઓથી સાવચેત રહો કહેતા સાંભળી શકાય છે. ન્યાય માટે મત આપો, કોંગ્રેસને મત આપો લખેલું જોવા મળે છે.
આ વીડિયોને શેર કરતા એક 'X' યુઝરે લખ્યું, ભારતનો દરેક નાગરિક કરોડપતિ છે કારણ કે દરેક પાસે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા હોવા જોઈએ. જો તમારા ખાતામાં 15 લાખ રૂપિયા ન હોય તો શું થાય. તમારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા ? તેથી આવા કેચફ્રેસથી સાવધાન રહો, નહીંતર દેશના હિતમાં તમારું નુકસાન થતું રહેશે. આ વાયરલ વીડિયો ફેસબુક પર પણ મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. 15 લાખ રૂપિયા મુદ્દે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહી જ છે.
પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આમિર ખાનનો આ વીડિયો જૂનો છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આમિરનો આ વીડિયો શો 'સત્યમેવ જયતે'નો પ્રોમો છે. આ વીડિયોમાં આમિર ખાન કહે છે, “મિત્રો, જો તમને લાગે છે કે ભારત એક ગરીબ દેશ છે, તો તમે બિલકુલ ખોટા છો કારણ કે અહીંનો દરેક નાગરિક કરોડપતિ છે. દરેક પાસે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા હોવા જોઈએ, શું કહ્યું? તમારી પાસે આ રકમ નથી ? તો ક્યાં ગયા તમારા 1 કરોડ રૂપિયા, જાણો આ રવિવારે સવારે 11 વાગે. આ પછી સ્ક્રીન પર આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'નો લોગો દેખાય છે. સત્યમેવ જયતે ટીવી ચેનલ સ્ટાર પ્લસનો સામાજિક મુદ્દાઓ પર આધારિત એક કાર્યક્રમ હતો જેને આમિર ખાને હોસ્ટ કર્યો હતો. જેથી આ વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, જે ફેક માહિતી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો