+

સિનિયર IPS અધિકારી શમશેર સિંઘની ગુજરાત કેડરમાં વાપસી, DGP પદ માટે ચર્ચાઓ તેજ- Gujarat Post

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમના વતન કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલ્યાં છે.તેઓ હાલમાં સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમના વતન કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલ્યાં છે.તેઓ હાલમાં સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર સેવા આપી રહ્યાં હતા.

સમય મર્યાદા પૂર્વે પરત બોલાવાયા ગૃહ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, શમશેર સિંઘના પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતીને મંજૂરી આપવામાં આવી છે. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેની જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા (DGP) ને કરી દેવામાં આવી છે.

રાજ્યના પોલીસ માળખામાં મોટા ફેરફારના સંકેત

શમશેર સિંઘની વાપસીથી રાજ્યના પોલીસ તંત્રમાં અનેક અટકળો શરૂ થઈ છે. તેઓ 1991 બેચના અધિકારી છે અને હાલના ઇન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવ કરતાં એક વર્ષ સિનિયર છે. માર્ચ 2026માં નિવૃત્ત થનારા શમશેર સિંઘને તેમની સિનિયોરિટીને જોતા ગુજરાતના પૂર્ણકાલીન પોલીસ વડા (DGP) તરીકેનો હવાલો સોંપાઈ શકે તેવી શક્યતા છે.

શમશેર સિંઘ અગાઉ વડોદરા પોલીસ કમિશનર સહિત અનેક પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર રહી ચૂક્યાં છે. તેમની છાપ એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. હવે જ્યારે તેઓ ગુજરાત પરત ફરી રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂંકોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

facebook twitter