SGST ના કોપરના વેપારીઓ પર દરોડા, 6 શહેરોમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી

09:53 AM Nov 14, 2024 | gujaratpost

અમદાવાદઃ સ્ટેટ જીએસટીએ ફરી એક વખત ઓપરેશન શરૂ કર્યું છે, આ વખતે રાજ્યના 6 શહેરોમાં કોપરના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી છે.

સુરત, ભરૂચ, વાપી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા. જ્યાંથી 48 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી છે, અધિકારીઓને બોગસ પેઢીઓ પણ મળી છે, જે ચલાવનારાઓ ખોટી આઇટીસી લેતા હતા.

ઓર્ચ્યૂન કોપર ઇન્ડસ્ટ્રીઝના સંદિપ અનવર વિરાણીની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસાથે 19 કરોડ રૂપિયાના કૌભાંડના પુરાવા મળ્યાં છે. નોંધનિય છે કે અમદાવાદના કઠવાડા, ઓઠવ, રખિયાલમાં પણ કોપરના વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવતી હોવાની ચર્ચાઓ છે, ઘણી વખત એક જ ઇવેબિલ પર ગાડીઓ અનેક વખત માલ ઠલવી આવતી હોય છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++